Tuesday, 20 August 2013


ઘર નું એક સત્ય

જો તુજ મને ઘરમાં માન નથી આપતી,
તો સમાજ કયાંથી પતિ ગણી સન્માન મને આપતી.
તારી પસંદ નાપસંદ ની મારે ધ્યાન રાખવી,
પણ મારી પસંદ પર તારે બેધ્યાન કરી નજર નાખવી.

બેટી ની સારી માં બની છબી તારે બહાર રાખવી,
પિતા ના પ્રેમ માટે કેમ મુજ પિતા થી વંચિત રાખતી.
ફી થી માંડી ઘરના મોટા ખર્ચા ની ચુકવણી મારાથી કરાવતી.
છતાંય રોફ કેમ એટલો ઝાડતી, જાણે ઘર તો તુજ ચલાવતી.

પરણીને પિયર તરફ રહેવાના, તારા પ્રસ્તાવને આપેલી,
મારી મંજુરી થી શું? આખી ઝીંદગી મને આમજ સતાવીશ.
કે પછી, વહેતા વિપરીત દિશા ના દરિયામાં,
મજધાર ગણી, મને કિનારો પણ કદી તું બતાવીશ.

મારા માન, સન્માન, પસંદ, નાપસંદ પર તારું
ધ્યાન નથી, એથી મને કોઈ અફ્સોશ નથી,
મારા માટે તારું બેધ્યાન પણાથી પણ,
રહ્યો હવે મને કોઈ વશ્વસો નથી,
કારણ, મારા પ્રથમ પસંદ કરેલા પ્રેમ પર જ,
રહ્યો હવે મને વિશ્વાસ નથી……………………….

--------------------------------------------------------------

મિત્રતા રહી ઉધારી

૧૫ વર્ષની તારી મિત્રતાની ઉધારી,
કેવી રીતે દઉં, એક દિવસ માં ઉતારી.
ગાંડા છે લોકો, જે એક દિવસ મળી,
૩૬૪ દિવસને દે છે ભુલાવી,
ક્યાં સમજે છે, કે જવાની આખી આપતા,
ઉધારી, અલ્પ માત્ર પણ નથી ચૂકવાતી.

શરૂઆત ભલે જિંદગી પછી થઇ આની,
પણ, જીવન ના અંત પછી પણ તારા વતી ચર્ચિત રહેવાની.

--------------------------------------------------------------

મિત્રતા

લેખક અને વાંચક, વક્તા અને શ્રોતા, મારી અને તમારી,
એક મુલાકાત રજુ કરું છું, મારા શબ્દો માં એક રચના રજુ કરું છું.
પસંદ આવે એવું જરૂરી નથી, પણ FRIENDSHIP-DAY ના નિમિત્તે,
મારી એક ભેટ આને હું ગણું છું.

લોકો કહે મને, શું કવિતા લખો છો તમે,
મેં કીધું, જીવન મારું સમાન ડાયરી છે,
જેમાંથી રોજ એક પાનું રજુ કરું છું તમને.

લોકો કહે, કેવી રીતે લખો છો તમે?
મેં કીધું જેવી રીતે જીવો છો તમેન.

અમે તો સાદું જીવન જીવ્યે છે એંમ કીધું મને,
સીધો સાદો માનવી છું, મહેરબાની કરી “કવિ” ના ગણો મને.

ગર્વ થતો હશે એંમને, જે તમારાથી છે,
ના ફક્ર થાય છે મને, મારું નામ એમના થકી છે એટલે.

મિત્ર બનીએ તો ગમશે કે શિષ્ય અમારે બનવું પડશે?
મૈ કીધું, શિષ્ય બનશો તો અનુકરણ જ કરવું પડશે,
પણ જો મિત્ર બનશો તો, રોજ એક નવું જીવન જીવવું પડશે.

--------------------------------------------------------------

જીવીલો વરસાદ ને

આવો જોવાને વરસાદ, હું તરસી ગયો,
કોણ જાણે આજે, એં મન મુકીને વરસી રહ્યો,
જૂની યાદો ને તાજા કરી માણવા,
આજે હું પલળવા ફરી નીકળી પડ્યો,

ડામર જાણે વરસાદ ના વહેણ માં તર્યો,
દુઃખી ના એના તૂટવાથી રડ્યો,
કોણ જાણે કાલ ફરી મળે કે ના મળે,
લોકો ની ચિંતા છોડી આજે પોતાના માટે જીવી ગયો.

ધૂળ માટી ને જાણે જવાનો વખત થઇ ગયો,
જૂની વસ્તુ ને નવી બનવાનો મોકો મળી ગયો.
તમે શું કામ મન ને ઉદાસ કરો છો મિત્રો,
તમારે પણ પલળવાનો સમય થઇ ગયો છે.

આજ નો વરસાદ મારા માટે બે બોલ બની ગયો,
પ્રેમી પંખીડા માટે એં, રંગીન માહોલ થયો,
બોલ છોડી હું માહોલ ને માળવા મચી ગયો,
ફરી પાછો આજે હું પલળવા નીકળી પડ્યો,

છત્રી રેનકોટ છોડી, પહેરેલા કપડે નીકળી પડો,
કોઈને તને જોવાનો સમય નથી, લોકોની ચિંતા છોડી,
પોતાના ના માટે બસ બે ઘડી જીવી લો,
મળ્યો છે મોકો તો મન થી આજે પલળીલો…….

--------------------------------------------------------------

દુ:ખી થવાના ૧૦ રસ્તા…

૧. મોડે થી સુવાનું , મોડે થી ઉઠવાનું .

૨. લેણ-દેણ નો હિસાબ નહી રાખવાનો.

૩. કોઈના માટે કંઈપણ ના કરવું.

૪. પોતાની વાત ને જ સાચી બતાવવી.

૫.કોઈનો પણ વિશ્વાસ ના કરવો.

૬.કારણ વગર જુઠું બોલવું.

૭.કોઇપણ કામ સમયસર ના કરવું.

૮.વિના માંગે સલાહ આપવી.

૯.જે સુખ જતું રર્હું છે તેને વારંવાર યાદ કરવું.

૧૦.હંમેશા પોતાના માટે જ વિચારવું.

મગજ શાંત હશે,દિલમાં દયાભાવ,બોલી નરમ હશે,આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે.

Posted by Unknown On 22:33 No comments

0 comments:

Post a Comment