Tuesday 17 September 2013

સમય…

ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો.
પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો.
જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.


------------------------------------------------------------------------

માનવી થી ક્યાં મનાય છે

સમસ્યા એ નથી કે માનવી થી ક્યાં મનાય છે.
પણ સમસ્યા તો એ છે કે માનવી ક્યાં માનવી થી સમજાય છે.

સાત દિવસ ના બાળક ની ભાવના વર્ણી સકાય છે, પણ
સિત્તેર વર્ષના પિતા ની વેદના સમજવા માં અસમર્થ થાય છે.

------------------------------------------------------------------------

આભાર …… કુદરત નો

મારા ઘરે હોટેલ જેવું ભોજન નથી બનતું ,
પકવાન મિઠાઈ પણ કોઈક જ વાર બને છે ,
છતા હે ! પ્રભુ તારો ખુબ ખુબ આભાર કે ,
મને પેટ ભરી ને ભોજન તો મળે છે ,
દુનિયા માં કેટલાયે લોકોને પેટની આગ સાથેજ
સુવાનો વારો આવે છે . માટે હે ! પ્રભુ તારો ખરા દિલ થી
ફરી વાર ખુબ ખુબ આભાર …….

------------------------------------------------------------------------

ફિક્સ છે….

ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.

સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.

બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.

ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.

ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે.

ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે

------------------------------------------------------------------------

એક કડવી હકીકત…

આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-

જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!

જીવન શું છે…?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો”.
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો…”!

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ ખાખરા…!!!

------------------------------------------------------------------------

સમયને ઓળખો

ગઈકાલ એ તો ઈતીહાસ છે
તેથી તે સમય ક્યારેય પાછો આવી શકતો નથી
તેવી જ રીતે આવતી કાલ એ રહસ્ય છે,
અને તેથી તે સમય કેવો હશે તેની ખબર પડતી હોતી નથી
પરંતુ…. આજનો દિવસ એ તો બક્ષિશ સમાન છે
તેથી તેનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે આપણા હાથમા છે.
માટે જો આજના દિવસને સમજી શકીએ
તો પણ આવી પડનાર વિપત્તીઓ કે તણાવ ને નિવારી શકાય છે.

Posted by Unknown On 02:13 No comments

0 comments:

Post a Comment