Tuesday 17 September 2013

રોજ મળવાની જરૂર પડે છે

સારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે,
બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે.

નવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ મળે છે,
બસ, આપણે એને સારા સ્વાદ થી જોવાની જરૂર છે.

સારા સપના માટે ઘરના સભ્યો સાથે રોજ મળે છે,
બસ, આપણે એમની એં આંખો ને જોવાની જરૂર છે.

પ્રેમની પરિભાષા, પ્રેમિકા કે પત્ની તરફથી તમને રોજ મળે છે.
બસ, આપણે એં પ્રેમ પર પ્રેમ થી એકવાર જોવાની જરૂર છે.

ખુશ રહેતા લોકોને પણ, દુઃખ દિવસ માં રોજ મળે છે.
બસ, આપણે દુઃખ માંથી માથું ઊંચું કરી બીજે જોવાની જરૂર છે.

સફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે,
બસ, આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.

મારા જેવું આવું કહેનારા દુનિયામાં ઘણા, બધાને રોજ મળે છે.
આપણે સાચી રીતે વાત સમજીએ તો, જીવન માં ફરક તો જરૂર પડે છે.


------------------------------------------------------------------------

વરસાદ

વરસી ગયો વરસી ગયો, કાલે ફરી વરસાદ વરસી ગયો,
ક્યાં ગયો વરસાદ? પૂછનાર ને જાણે જવાબ, વરસી ને કહી ગયો.

થોડા વિરામ બાદ બીજા ભાગની શરૂઆત માટે જાણે ફરી પ્રગટ થયો,
વરસાદ હવે ગયો! કહેનારા ને આજે વરસી ને ખોટા સાબિત કરી ગયો.

ચંદ્ર અને તારા ના તેજ ને વહેતા વરસાદ ના પાણી પર નાચતા કરી ગયો,
બાફ અને ઉકળાટ લાગતા લોકોને બાથ ભરી ને ઊંઘવા માટે પ્રબળ કરી ગયો.

ધીમે ધીમે પણ એકધારો પડી ને જમીન પરની સમસ્ત જીવ વસ્તુ ને જીવિત કરી ગયો,
ધૂળ માટી દાબી પ્રકૃતિ ને ફરી હરી ભરી કરી, મળવા માટે જાણે આમંત્રણ અમને નોતરી ગયો.

વરસી ગયો વરસી ગયો, કાલે ફરી વરસાદ વરસી ગયો,
કુદરતના સૌન્દર્યને માંણવાની ઈચ્છા ને ફરી એં છંછેડી ગયો.
ચાલો મિત્રો, નક્કી એક નવી સર, સફર માટેની કરીએ,
કુદરત ના આવેલા આમંત્રણનો દિલ થી ફરી સ્વીકાર કરીએ.

------------------------------------------------------------------------

પ્રેમ ……

સવાર માં ઉઠી ને આખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે …..
મંદિર માં ભગવાન ના દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે ….
આખા દિવસ નો થાક જેની સાથે બેસવાથી માત્ર કલ્પના થી જ દુર થઇ જાય એ પ્રેમ છે …..
માથું ખોડા માં મુકીને લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે…
લાખ પ્રયત્નો છતા જેને નફરત ના કરી શકો ભૂલી ના શકો એ પ્રેમ છે….
આ વાંચતી વખતે જેનો ચહેરો નજર સામે દેખાય તેની શાથે પ્રેમ છે ………

------------------------------------------------------------------------

મિત્ર ……

એક વાર મળ્યા મને ભગવાન, કીધું બોલ કોણ છે મહાન?
મારા સિવાય છે ધ્યાન, બીજું કોઈ નામ.

હું થોડો મૂંઝાયો, ગભરાયો, અને કીધું હા ભગવાન,
છે એક નામ, નથી એટલું મોટું પણ છે એટલું જ મહાન.
હું નથી હનુમાન પણ એ છે મારો રામ,
હું નથી સુદામા પણ એ છે મારો શ્યામ.
ભઈબંધ છે અનુ નામ, મલસો જો તમે એને
તમે પણ ગાતા થઇ જસો એના ગુણગાન.

અકળાઈ ને બોલ્યા ભગવાન, શું ભવિષ્યનું છે એને જ્ઞાન,
સુખ અને સંપત્તિ આપે છે? રાત ને દિવસ બનાવે છે?
દુખ ને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે એ નામ, જેનું તને છે ગુમાન.

ભગવાન, ભવિષ્યના જ્ઞાન માટે તો તમારા શિષ્યો છે મહાન,
સુખ છે મારો મિત્ર, સંપત્તિ છે મારી મિત્રતા,
રાત માં અમે એમ ફરતા જાણે ફરતા હોઈએ દિવસમાં,
રહી વાત દૂખ ની, જે તમને પામી ને પણ છે તમને ખોવાના દુઃખમાં
અમે તો મળિયા જ ત્યારે, જયારે અમે હતા ખોવાયેલા દુઃખમાં.

------------------------------------------------------------------------

ઝીંદગી ……

જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.
મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે.
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.

station station ફરી, તમને નવી સવાર રોજ આપે છે,
સફર માં સફળ થયા તો ઠીક નહીતર પાછી રાતે લાવે છે.
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.

દરેકે દરેક મુસાફર, નવી સફર નવા સ્વરૂપે કરાવે છે,
નક્કી તમારે કરવાનું છે, કોણ તમારી સફર ને સફળ બનાવે છે,
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.

રૈલ ના બે પાટા, સુખ અને દુઃખ ની સમાન ભાતી છે,
જે એના પર સંતુલન જાળવે એજ તો સાચો માનવી છે.

કોઈ યાત્રી રૈલ થી છૂટી જાય કે સફરમાં એ છટકી જાય,
તો રૈલ એનાથી કદી ના અટકાય, સદાકાળ એ નિરંતર જાય.
જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.

Posted by Unknown On 02:05 No comments

0 comments:

Post a Comment